"પોલીસ ભરતીના 5km રનિંગ ટેસ્ટમાં મારી હારનો અનુભવ" નિબંધ

        મારું નામ રાજ છે. રાવલ ગામનો રહેવાસી. આ મારા અનુભવને કરીબ 2 વર્ષ થઈ ગયા છે. તો પણ આજે મને એ હાર હજી યાદ છે. તમને હું મારો આ અનુભવ શરૂથી લય અંત સુધી કેવા ઈચ્છું છું. આ ભરતી 2019ની હતી. મેં પણ એમાં ફોર્મ ભરાવ્યુ. મેં કોય ડિફેન્સ માટે કે જેમાં રુનિંગ કરવાની જરૂર પડે એવી ભરતીનું આ પહેલું ફોર્મ હતું. આ મારો પ્રથમ અનુભવ થવાનો હતો કે હું 5km રનિંગની તૈયારી કરવું ને પછી એનું ગ્રાઉન્ડ માટે પરીક્ષા દેવા જાવ. તો ચાલો પહેલાથી હું તમને જાણવું કે મેં શુ-શુ કરીયું.

"પોલીસ ભરતીના 5km રનિંગ ટેસ્ટમાં મારી હારનો અનુભવ" નિબંધ

પોલીસ ભરતીના 5km રનિંગ ટેસ્ટમાં મારી હારનો અનુભવ


         વાત 2019ની છે. હું એમતો રોજ વહેલી સવારે ઉઠીને રુનિંગ કરવા જતો. ને મેં જે પોલીસ બનવા માટેની પરીક્ષા આપી હતી એનું પરિણામ આવ્યું. જેમાં મારે 68 જેવા માર્ક હતા. રુનિંગ માટેનું મેરીટ 58 જેવું આવ્યું હતું, તો વાત ચોખ્ખી છે કે મારે પણ રુનિંગમાં વારો અવિયો. મેં પણ હવે લાંબી રુનિંગ કરવાની ચાલુ કરી દીધી. મારા ગામના ઘણા વિદ્યાર્થીઓ હતા કે જે રુનિંગ માટે તૈયારી કરતા હતા. હું પણ એમના સંપર્ક માં અવિયો અને અમે સાથે તૈયારી કરતા થયા. મારા ગામથી લગભગ 2 km દૂર એક વેરાન વાળી હતી. જેમાં એ વાળીનો મલિક કોય પાક ન'તા લેતા. અમે બધાયે એ વાળીવારા માલિકનો સંપર્ક કરીને ત્યાં એક ગોળ રાઉન્ડ માં ટ્રેકટરથી ફિલ્ડ બનાવી. જેમાં અમે રોજ ટ્રેનિંગ કરી શકીએ. અમે બધાએ રોજ સવારમાં એ વાળીયે જઈને ટ્રેનિંગ કરવાનું ચાલુ કરી દીધું. મારો ટાર્ગેટ હતો કે 25 મિનિટ માં 13 રાઉન્ડ મારવા છે. એક રાઉન્ડ 400 મીટરનો હોય. હું ધીરે ધીરે રોજ 1-2 રાઉન્ડ વધારતો ગયો. ક્યારેક 7 રાઉન્ડ મારુ તો ક્યારેક 8-9 અને આવી રીતે જ એક મહિના પછી મેં 12-13 રાઉન્ડ 25 મિનિટ માં લગાવતો ચાલુ થઈ ગયો.

        આ એક મહિના પછી પોલીસના ગ્રાઉન્ડમાં જવાની તારીખ પાસે આવી ગઈ. જે દિવસે રાનિંગના ગ્રાઉન્ડ માટે જવાનું હતું એના એક દિવસ પહેલા અમારા ટ્રેનિંગના ગ્રાઉન્ડે રુનિંગ કરવા ન'તા ગયા. એનું કારણ એવું કે મારે પોલીસના ગ્રોઉન્ડમાં જતા પેહલા આરામની જરૂર હતી. મેં જ નય, મારા બધા સાથીઓ ગ્રાઉન્ડમાં જવાના એક દિવસ પહેલા આરામ કરે. જેથી તે દિવસના ગ્રોઉન્ડમાં સારો સ્કોર કરી શકે.

        મારુ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે હતું. હું ગ્રાઉન્ડના એક દિવસ પહેલા બપોરે રાજકોટ માટે નીકળી ગયો. કેમ કે રાત વાસો રાજકોટ ખાતે કરવાનો હતો. હું એકલો ન હતો, મારી સાથે મારો એક ફ્રેન્ડ હતો. અમે બંને રાજકોટ પહોંચ્યા ને સાજનું જમણ લિધુને એક દોસ્તના રૂમે જયને સુઈ ગયા. અમે સવારે વહેલા 4 વાગે ઊઠીયા. પોલીસના ગ્રાઉન્ડે સવારે 6 વાગે ખુલવાનું હતું. તો અમે ગ્રાઉન્ડે પહોંચ્યા અને થોડીવાર વાટ જોઈ એવામાં ગ્રાઉન્ડનો ગેટ ખૂલીયો અને અમે અંદર ચાલ્યા ગયા. હું અને મારો દોસ્ત અંદર અલગ થઈ ગયા હતા. કેમ કે અંદર નંબર પ્રમાણે બેસાડતા હતા. હું જ્યાં બેઠો હતો તે હાર ધીરે ધીરે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફિંગર પ્રિન્ટ માટેના પ્રોસેસ માંથી આગળ વધી. પછી અમારા બધાના પગમાં એક ચિપ બાંધવામાં આવી અને સાથે એક એક નંબર સર્ટ પર લગાવામાં આવ્યો. ત્યાંથી સીધુ હવે રુનિંગના ગ્રોઉન્ડમાં ઉતરવાનું હતી. 

          હું તૈયાર હતો દોડવા માટે. દોડવાનું ચાલુ થયું અને મેં બધાની સાથે ધીરે ધીરે રાઉન્ડ પુરા કરતો થયો. 3 રાઉન્ડ...5 રાઉન્ડ... 7 રાઉન્ડ... જેવા મેં 7 રાઉન્ડ મારિયા એવામાં મારા પેટમાં દુઃખવાનું ધીરે ધીરે ચાલુ થયું. મેં તેમ છતાં રનિંગ ચાલુ રાખી. હું હાર નોતો માનવાનો. જેમ તેમ હિંમત કરીને 13 રાઉન્ડ મારિયા. જ્યારે હું છેલો રાઉન્ડ મારીને એન્ડિંગ પોઇન્ટ પર આવતો હતો ત્યારે તે ગ્રાઉન્ડ માં હું એક જ વધીયો હતો કે જે રુનિંગ કરતો હોય. બીજા ઘણાએ રનિંગ પૂરું કરી લીધું હતી ને ઘણાએ રુનિંગ અધૂરું મૂકીને નીકળી ગયા હતા. હવે હું રુનિંગ પૂરું કરીને બાજુમાં જ્યાં બધા મારી સાથે દોડવા વાળા હતા ત્યાં જઈને બેઠો. છેલ્લા રાઉન્ડ સુધીમાં તો મારા પેટમાં સારું એવું દુખતું હતું. મેં થોડીવાર આરામ ત્યાં બેસીને કરિયો. મેં જોયુકે હવે મારા પેટનો દુઃખાવો ધીરે ધીરે ઓછો થય રહ્યો હતો. 

          થોડી વાર પછી એક સાહેબ આવિયા ને કીધું કે હું જેનું નામ લવ એ અહીંયા બેસે ને બાકીના બધા ઘેર જાય. સાહેબે એક પછી એક નામ બોલવાનું સરું કરીયું. હું ધ્યાનથી સાંભળી રહ્યો હતો. મારુ નામ ના આવિયું. હું ઉદાસ થયો ને ત્યાંથી ચાલતો થયો. જતા જતા એક સાહેબ જે નાપાસ થાય હતા એનું લિસ્ટ લઈને બેઠા હતા. કોનું રુનિંગ કેટલી મિનિટમાં પૂરું થયું એ કેહતા હતા. મેં મારું નામ લિસ્ટ માંથી જોયું. માનેે 25મિનિટ ને 10 સેકન્ડ સમય લાગ્યો હતો. 


          તો બસ આજ માટે આટલું જ, જો તમને મારો આ નિબંધ ગમ્યો હોય તો મારી પોસ્ટને શેર કરજો. તાનારા દોસ્તો કે જેઓ પોલીસની તૈયારી કરી રહ્યા છે એને વાંચવજો. અને નીચે કોમેન્ટ માં લખજો કે તમને આ નિબંધ કેવો લાગ્યો.  
  Mr.Rk

  hello! my name is RK and i'm a blogger, i started blogging since 2018.

  ટિપ્પણી પોસ્ટ કરો (0)
  વધુ નવું વધુ જૂનું