ભવાઇવેશ વિસે જાણવા જેવું

        ભારતની લોક સંસ્કૃતિ અને વરસાને સમૃદ્ધ કરવા અને તેની પરંપરાને ટકાવી રાખવા માટે જુદા જુદા રાજ્યોમાં લોકનૃત્યો અને નાટકોના વિવિધ સ્વરૂપોનું નોંધપાત્ર યોગદાન છે. જેમ કે ઉત્તર પ્રદેશનું નોટંકી, મહારાષ્ટ્રનું તમાશા, ગુજરાતનું ભવાઈ, પંજાબ અને હરિયાણાનું સ્વાંગ વગેરે.

ભવાઇવેશ વિસે જાણવા જેવું

ભવાઇવેશ


        ભવાઈ શબ્દમાં ભવ + આઈ જેમાં ભવ એટલે દુનિયા અને આઈ એટલે માતા એટલે ભવાઈનો અર્થ દુનિયાની માતા જેવો થાય છે. ભવાઈની રચના કરીબ 14મી સદીમાં અસાઈત ઠાકર દ્વારા કારકામાં આવી હતી. અસાઈત ઠાકરે 360 જેટલા ભવાઈની રચના કરી હતી તેમાંથી હાલ 40-60 જેટલા જ ભવાઇવેશ મળી આવે છે. કાજોડાનો વેશ, કાન ગોપીનો વેશ, મિયા બીબીનો વેશ, ઝંડા જુલણનો વેશ, અડવાનો વેશ, પતઈ રાવળનો વેશ, સૌથી જૂનો રામદેવપીરનો વેશ.

        ભવાઈની ઉત્પતિનો ઇતિહાસ જોઈએ તો એમાં 14મી સદીમાં અલાઉદીન ખીલજીના આક્રમણના સમયની વાત છે ત્યારે સિદ્ધપુરમાં એક ઔદીચ્ય બ્રાહ્મણ અસાઈત ઠાકર રેહતા હતા, ત્યારે ખીલજીના સુબેદર એક પાટીદારની દીકરીનું અપહરણ કરી જાય છે. જ્યારે તે પાટીદાર અસાઈત ઠાકરને વાત કરે છે. તો અસાઈત ઠાકર કહે કે તે મારી પણ દીકરી છે. ને હું એને સુબેદરના કબજામાંથી છોડવી લાવીશ. અસાઈત ઠાકર જાય છે ને સુબેદરને પોતાની કલા બતાવે છે. સુબેદરે ખુશ થઈને અસાઈત ઠાકરને માગવાનું કહે છે અને ત્યારે અસાઈત ઠાકર એ દીકરીને માંગે છે. પણ સુબેદર કહે કે તું એની સાથે જમ તો માનુ કે એ તારી દીકરી છે. (ત્યારની માન્યતા પ્રમાણે બ્રહ્મણ બીજા કુળના લોકો સાથે ના જમે) ત્યારે અસાઈત ઠાકર એ દીકરી સાથે જમે છે અને એ સુબેદારના ચંગુલ માંથી છોડાવે છે. પણ જ્યારે અસાઈત ઠાકરના સમાજને એની જાણ થાય ત્યારે તેને નાથ બાર કરવામાં આવે છે. બસ ત્યાર બાદ અસાઈત ઠાકર પોતાનું જીવન ચલાવવા ભવાઇના વેશની રચના કરે છે. રોજ એકનો એક વેશ ના ભજવવો પડે એટલા માટે અસાઈત ઠાકર 360 ભવાઇના વેશની રચના કરે છે. 


        ભવાઈમાં મુખ્ય પાત્રને 'રંગલો' કહેવામાં આવે છે અને આ ભવાઈના કલાકારોના પ્રમુખ ને 'નાયક' થી ઓળખવામાં આવે છે. ભવાઈની શરૂઆત 'ભૂંગળ' વગાડીને કહેવામાં આવે છે. ભવાઈમાં બધા જ પાત્રો પુરુસ જ બજાવે છે જેમાં સ્ત્રી પાત્રો પણ પુરુસ જ બજાવે છે. ભવાઈ મુખ્યત્વે ખુલા મેદાનમાં કરવામાં આવે છે.

        14મી આ ભવાઇના વેશ ગામડે ગામડે સમાજમાં જાગૃતિ અભ્યાનો જેવું કામ કરતી હતી. લોકોને સમાજનું શિક્ષણ પૂરું પડતી, ત્યારે પ્રવર્તા સામાજિક કુરિવાજોને હટાવાનો પ્રયાસ કરતી, અને સાથે લોકોને હસાવે, કટાક્ષ કરે, વગેરે જેવા મનોરંજન ના સ્વાદો પણ આ ભવાઈમાં રહેલા હતા.


        અજમાંતે એટલું બસ છે. હો તમને આ અમારો લેખ ગમ્યો હોય તો like કરજો share કરજો અને નીચે comment box માં કોમેન્ટ કરજો. હું આપના માટે આવાજ નવું નવું જાણવાના લેખો લાવતો રહીશ.
Mr.Rk

hello! my name is RK and i'm a blogger, i started blogging since 2018.

ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું