"મકરસંક્રાંતિ તહેવાર અને હું" નિબંધ

મકરસંક્રાંતિ એ ગુજરાત અને ભારત ભરમાં 15 જાન્યુઆરીના દિવસે ઉજવાતો તહેવાર છે. આ દિવસે સૂર્ય ધનુ રાશિ માંથી મકર રાશિમાં પ્રવેશે છે. આ દિવસે સૂર્ય ઉત્તર દિશામાં ઉગતો હોય એવું લાગે છે. મકરસંક્રાંતિના દિવસે લોકો સવારમાં બોર, ચીક્કી, શેરડી, અને મમરાના લાડુ વેચે છે. સાથે ગુજરાતમાં આ દિવસે લોકો પતંગ ઉડાડે છે. મકરસંક્રાંતિના તહેવારને ઉત્તરાયણના નામથી ઓન ઓળખવામાં આવે છે.

આ થઇ મકરસંક્રાંતિના ઇતિહાસની વાત. હવે હું કરું આ તહેવાર અમારા ગામમાં અમે કય રીતે ઉજવીયે એના વિશેની વાત.

"મકરસંક્રાંતિ તહેવાર અને હું" નિબંધ


મકરસંક્રાંતિ તહેવાર અને હું

મારા ગામ રાવલમાં, મારા ઘરના લોકો સવારે વહેલા ઉંઠીને મમરાના લડવા બનાવે. જેને અમે આખા ગામમાં ગાયોને ખવરાવવા જઈએ. ત્યાર પછી અમે અમારા પતંગો અને માંજ લઈને મેડી ઉપર ચડી જઈએ. પતંગ ઉડાવવાની મજાતો તો જ આવે કે પહેલાથી પતંગના વઘીયા બંધાયેલ હોય. એ માટે અમે મકરસંક્રાંતિના એક દિવસ પહેલા દોરા પીવરાવીએ અને પતંગ લઈને એના વાઘીયા પાડીએ. તો જ પછી મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાવવાની માજા આવે. મેં મારા જીવનમાં અનુભવ્યુ કે બધા લોકો ઉત્તરાયણના એક દિવસ પહેલા માજા અને પતંગ લેવા જાય. પણ પેહલા એવુ ન હતું. ત્યારે લોકો મકરસંક્રાંતિ આવવાના એક અઠવાડિયા કે 10 દિવસ પહેલા જ ફીરકી, માજા, પતંગની ખરીદી ચાલુ કરી દે. પણ હવે પેહલા જેવું રયુ નથી.

પતંગ ઉડાવવા સવારમાં અમે મેડી ઉપર ચડી તો જઈએ પણ વાત એ છે કે શુ સવારમાં પતંગ ઉડાવવા માટે પવન હોય? મારા અનુભવ પ્રમાણે મેં જોયેલી મારા જીવનની મકરસંક્રાંતિના તહેવારે સવારમાં પવન હોય જ નઈ! શુ કરીયે આ તો દર વખતેની વાત છે. ભલે સવારમાં પવન ના હોય પણ 10 વાગ પછી તો પવન ચાલુ થય જાય જ એટલે અમે 10 વગેથી સાંજના 6-7 વાગ્યા સીધી પતંગ ઉડાવીએ. બપોરે 1-2 કલાક આરામનો સમય આવે. એતો અમે બપોરે આરામ કરીએ, મેં જોયેલા કે ઘણા લોકો બપોરે પણ આરામ ના કરે ને આખો દિવસ પતંગ ઉડાવે. એને કેટલો શોખ હશે પતંગ ઉડાવવાનો! મને પણ એમ તો પતંગ ઉડાવવાનો ખૂબ શોખ છે. સવારથી લાયને સાંજ સધી આજ રિતે પતંગ ઉડાવીએ. પછી સાંજે છેલુ અમારું હથિયાર એટલે લાઇટેન. (લાઇટેન એટલે એક ફૂગા જેવું હોય જેમાં વચ્ચે મીણની બનાવેલ એક દિવા જેવું હોય જેને સળગાવીને ઉડાવવાનું હોય) લાઇટેન સળગાવીને અમે ઉંચે ઉડાવીએ અને એની માજા માણીયે. તો બસ અમે આ રીતે અમારી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવીયે.

આ પણ જુઓ : 
બસ આજ માટે એટલુંજ જો તમને મારો આ નિબંધ ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો. અને લખજો કે હવે હું ક્યાં ટોપિક ઉપર નિબંધ કે અન્ય કોઈ આર્ટિકલ બનાવુ. આ જ રીતે મારા આર્ટિકલ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર...


Mr.Rk

hello! my name is RK and i'm a blogger, i started blogging since 2018.

ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું