"મારા ગામના કાઠે મેળામાં" નિબંધ

        મારું ગામ રાવલ એક નદીને કાંઠે આવેલ છે. અને એજ નદીને કાંઠે દર વર્ષે શીતળા સાતમાના દિવસેથી 4 દિવસ માટે મેળો ભરાય છે. હું અને મારા મિત્રો આ મેળામાં ચારે ચાર દિવસે જઈએ. તો હું મારા પેહલા દિવસનો અનુભવ લખું. મારા ખ્યાલથી એ તમને ગમશે.

"મારા ગામના કાઠે મેળામાં"  નિબંધ

મારા ગામના કાઠે મેળામાં

        હું અને મારા મિત્રો આ મેળામાં સાંજે કરીબ 5 વાગ્યાની આસ પાસ જઈએ. હજી તો દિવસનો સુરજ આખોય દેખાતો હોય પણ એ 5 વાગ્યા પછીજ એની હલકી ઘળાન ચાલુ થાય. બસ આ સમય મેળાને માણવાને મારા ખ્યાલથી ઉત્તમ સમય હોય છે. અમે એ મેળામાં પોહચીએ એટલે પેહલાતો એ આખા મેળાનો એક ચકર લગાવીએ. આ મેળો નદીને કાંઠે તો ભરાય છે પણ એ નદી કાંઠે જ્યાં મેળો ભરાય ત્યાંજ શીતળા માતાનું મંદિર આવેલું છે. હું અને મારા મિત્રો શીતળા માતાના મંદિરે જઈએ. કેમ કે એ મંદિર ઉંચાઈએ આવેલું હોવાથી આખા મેળાનો નજારો ત્યાંથી જોઈ શકાય છે. 

        અમે લોકો શીતળા માતાના દર્શન કરીને પછી એક પછી એક એ રીતે મેળાના દરેક દુકાને જઈએ કેે જ્યાં છોકરો પણ ઉભા હોય છે અમે પણ એક પલ માટે નાના બાળકો જ બની જઈએ. બસ તો પછી મેળામાં હોવે શુ બાકી રે, એ હીંચકાઓ, રોકેટ, સિસોડા, બ્રેકડાન્સ, હોળી, આ બધામાં બેસવાની માજા જ કંઈક અલગ હોય છે.જો તમે મને પૂછો કે મને આ બધા માંથી સૌથી વધુ માજા કેમાં આવે તો... મને સૌથી વધુ માજા હોળી માં આવે. પણ હોળીમાં હું એકલો ના બેસું મારા મિત્રો સાથે હોય તો જ ગમે. હોળીમાં બેસવાની ટીકેટ અમારા મેળામાં ₹20 હોય છે. આ હોળીમાં વચ્ચેથી બેસવા જવાનો રસ્તો હોય છે. બંને બાજુ 15-20 લોકો બેસી શકે એટલી સીટો હોય છે. અને અમારી વાત કરું તો એમાં સૌથી ટોચ ના ભાગે અમે બેસવા જઈએ. અને પછી જે હોળી ચાલુ થાય હીંચકવાની એટલે જાણે હવામાં ઉડતા હોઈએ એવો અનુભવ થાય છે.

        એટલો સમય જો અમે આ મેળામાં પસાર કરી લઈએ એટલે મેળામાંથી પાછું ફરવાનો સમય થય જાય. જયારે મેળામાંથી પાછા ફરતા હોઈએ ત્યારે પણ આખા ગામનો ચકર મારતા મારતા ઘરે જઈએ. તો આવો હોય છે અમારા ગામનો મેળો. હું અને મારા મિત્રો આવી જ રીતે મેળાના ચારે ચાર દિવસ રિપીટ કરીયે. પણ જે દિવસે આ મેળાનો છેલ્લો દિવસ હોય તે દિવસે તો મેળામાંથી પાછું આવવાનું મનજ ન થાય. પણ દરવખતે ના જેમ મળો પાછો આવશે એવી આશા સાથે પાછા ફરીએ અને પછી આવા દિવસોની વાટ જોઈએ.


        તો બસ આજ માટે મારા નિબંધને આયા પૂર્ણવિરામ આપું છું. જો તમને મારા દવારા લખાયેલ લેખો, નોબંધો, અહેવાલો ગમતા હોય તો મારા આ પોસ્ટ ને શેર કરજો, અને તમારા મિત્રોને જણાવજો કે જેેેથી એ પણ આ નિબંધ ને વાચે અને શીખે. હું એક પોસ્ટ નિબંધ કેમ લખવો એના ઉપર પણ બનાવીશ તો ત્યાં સીધી અમારી બીજી પોસ્ટને વાંચતા રહો. તો ફરી મળીશું એક નવા નિબંધ માં. Good by...
Mr.Rk

hello! my name is RK and i'm a blogger, i started blogging since 2018.

ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું