"મારા ગામે આવેલ પૂર" નિબંધ

હું દ્વારકા જિલ્લાના રાવલ ગામમાં રહું છું. અમારું ગામ એ સાની નદીને કાંઠે આવેલ છે. એમ તો અમારા ગામમાં નગર પાલિકા છે એટલે નાનું ગામ તો ના કહેવાય પણ આ ગામ કોય સિટી પણ નથી. અમારા ગામને પાસે જે નદી છે એ નદીના બંને કાંઠે ગામ છે એટલે એક તરફ રાવલ ગામ તો બીજી તારફ એનો જ ભાગ હનુમાનધાર. કેમ કે સાની નદીના બંને કાંઠે લોકો રેહતા હોવાથી દર ચોમાસામાં રાવલ માંથી હનુમાનધાર તરફ જતો રસ્તો બંધ થાય જાય છે. તો હું આજે તમને મારા ગામમાં જ્યારે પૂર આવે ત્યારે કેવી સ્થિતિ સર્જાઈ અને અમે એનો કય રીતે સામનો કરીયે એના વિસે વાત કરીશ.

"મારા ગમે આવેલ પૂર" નિબંધ

મારા ગામે આવેલ પૂર

ગામના દક્ષિણ દિશામાં આ નદી આવે છે. દર ચોમાસામાં જ્યારે અતિ વરસાદ પડે એટલે અમારા ગામમાં પૂર આવી જાય. અને રાવલ થી હનુમાનધાર જતો રસ્તો બંધ થાય જાય. રાવલમાં રેહતા લોકોને આટલી તકલીફ ના પડે જેટલી તકલોફ હનુમાનધારના લોકોને ઉપાડવી પડતી હોય છે. કેમ કે ન્યા ખાવા પીવાનો બધો સામાન રાવલ ગામથી જ જતો હોય છે. એમ તો રાવલ અને હનુમાનધાર વચ્ચે એક નાનું પૂલ આવેલ છે પણ પૂલ માં પાણીનો પ્રવાહ એટલો ઉંચો અને તેજ હોય છે કે તે પૂલ થી પણ નદીને પાર કરી શકાય નહીં. તો વાત એ રહી કે પાણી આવ્યા પછી હવે હમનુમાનધારમાં ખાવા પીવાની વસ્તુ ક્યાંથી પોહચે છે?


દર વર્ષે આવી સ્થિતિએ સરકાર અમારા ગામને ખૂબ સહાય કરે છે. જ્યારે પાણી એના ઉચ્ચ સ્થિતિએ હોય છે ત્યારે સરકાર એક ટિમ મોકલે જે લોકોને આવવા-જવા તથા ખાવા-પીવાની વસ્તુઓનું સ્થળાંતર કરી આપે છે. કોય લોકો જો રાવલ માં ફસાય ગયા હોય અને એના ઘરે હનુમાનધારે જવું હોય ત્યારે આ સરકારી ટિમ એવા લોકોની ખૂબ સહાય કરે છે. પછી જ્યારે આ પાણીનું સ્તર નિચે ઉતરે ત્યારે બંને ગામના લોકો (અત્યારે મેં બંને સ્થળને ગામ તરીકે વર્ણવ્યા છે) આ નદીને કાંઠે ભેગા થાય અને વહેતા પાણીને જોયને ઉલ્લાસ બનાવે. અને એક વાત તો હું કેહતા ભૂલી ગયો કે મારું ઘરે આ નદીથી કરીબ 1km જેટલું દૂર છે. છતાં અમે પણ આ પાણીના સ્તર ઉત્તરીયા પછી એ નદીના વહેતા પાણીને જોવા જઈએ. આ નદીને કાંઠે એક શિવ મંદિર પણ આવેલ છે જ્યાં એક નાના ડેમ જેવું આ નદી પર સ્ટકચર બનેલ છે. ત્યાં મંદિરે ઊભીને આ નદીનો નજારો કંઈક અલગ જ લાગે છે.

આજનો મારો આ નિબંધ વિસે તમે જરૂર જણાવજો કે તમને ગમ્યો ક નય. જો ગમ્યો હોય તો આ નિબંધને શેર કરો અને તમારા મિત્રોને પણ જણાવો જેથી એને પણ આ નિબંધ સ્કૂલના કોય નિબંધ કોમ્પિટિશન માં ઉપયોગી સાબિત થાય. તમે આ જ રીતે અમારી પોસ્ટને વાંચતા રહો એવી આશા સાથે ફરી મળીશું એક નવા નિબંધમાં.. તો good by
Mr.Rk

hello! my name is RK and i'm a blogger, i started blogging since 2018.

ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું