"ગુજરાતની નવરાત્રી" નિબંધ કઈ રીતે લખવો?

હું દ્વારકા જિલ્લાના રાવલ ગામનો રહેવાસી. ગુજરાતી છું, તો ચાલો આજે હું તમને ગુજરાતના નવરાત્રી તહેવારની એક ટુર કરાવી દવ. અમારા ગુજરાતમાં નવરાત્રી એક ખુબજ ધૂમ ધામ થી ઉજવાતો ભવ્ય તહેવાર છે. 

નવરાત્રી તહેવાર ગુજરાતીના આસો સુદ એકમથી એટલે ગુજરાતી આસો મહિનાની પહેલી તરીખેથી ચાલુ થાય છે. અને કુલ 10 દિવસ સુધી રોજ સાંજે માતાજીના ગરબા કરાય છે. અને છેલ્લે એક અમાસ ના દિવસે એક દિવસ ગરબો કરાય છે. આ 10 દિવસ સુધી શક્તિ માંતાના 10 અલગ અલગ રૂપની પૂજા લરવામાં આવે છે અને ગરબા રમાય છે. આપણે આ ગરબાનો ઇતિહાસ તો જોયો, હોવે જોઈએ મારા ગામના આ તહેવાર કેમ ઉજવાઈ.

ગુજરાતની નવરાત્રી


ગુજરાતની નવરાત્રી

મારુ ગામ એટલે રાવલ કે જે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલ છે. અમારે ત્યાં પણ એજ રીતે 10 દિવસ સુધી ગરબા તો રમાય જ છે પણ એક સીટી અને એક ગામમાં જ્યારે આ તહેવાર ઉજવાઈ ત્યારે એમા ઘણો બધો તફાવત રહેલ હોય છે. સિટીમાં આ ગરબા એક પ્લોટમાં અલગ અલગ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે. જ્યારે ગામડે આવું ન હોય અમારે ત્યા મંદિરના ચોકમાં આ ગરબી કરવામાં આવતી હોય છે જેમાં જાવા માટે કોય ટિકિટ લેવી પડતી નથી. આવી સિસ્ટમ સિટીમાં જોવા મળશે?. અમારે ત્યારે લગભગ દર મંદિરે આ ગરબા રમતા હોય છે. એટલેકે લગભગ દરેક મંદિરના કાર્યકરો આનું આયોજન ફ્રી ઑફ માં કરતા હોય છે. હું મારા ગામ ની વાત કરું તો અમારા ગામમાં લગભગ 10-15 જેટલી જગ્યાએ આ ગરબાઓ થાય છે.

જેમ મેં વાત કરી કે મારા ગામમાં લગભગ 10-15 જગ્યાએ આ ગરબાઓનું આયોજન થાય છે, તો અમે શુ કરીયે કે સાંજે 8 વાગે બધી ગરબી ફરવાનું શરૂ કરીએ અને છેટ સાંજના 12-12:30 સુધી અમે એક પછી એક એમ બધી ગરબીએ જઈએ અને જોઈએ ત્યાંના રાસ ગરબા. હા બધી ગરબીઓમાં ભાઈઓને રમવાનું હોતું નથી આમાંથી અમુક એવી ગરબીઓ એવી થાય છે કે જ્યા બાળાઓ દ્વારા જ ગરબો કરવામાં આવતો હોય છે. એટલે એ કરબીએ જઈને ગરબાને થતો જવો જ આનંદ આપે છે. જયારે બાકી ગરબીઓમાં કે જ્યાં ભાઈઓ રાસ રમેં ત્યા અમે જોઈયે અને રાસ ગરબા રમીને ગરબી કરવાનો આનંદ માણીયે. આ બધી ગરબીઓ એ જવું-જોવું અને રમવામાં તો રાતના 12-1 વાગી જાય. બસ પછી સુ હોઈ અમે બધું અમારા ઘરે પાછા ફરિએ. ઓ...હા! એક વાત તો રઇ ગઈ કે જ્યારે અમે ગરબી રમીને થાકીએ ત્યારે રાતના નાસ્તા કવરો તો હોઈ જ ને! તો અમે જોઈએ નાસ્તો કરવા જેમાં દાબેલી, પાણીપુરી, ભેળ, પાવ ભાજી જેવી અનેક વાનગીઓ હોઈ અને જે ખાવું હોય એ એક એક ડિશ લય ને ખાઈએ. તો આવી હોય છે અમારા ગામની ગરબી. જે સિટીની ગરબીઓ થઈ ક્યાંય અલગ રીતે જ ઉજવવામાં આવે છે.


આજ માટે આટલું જ, જો તમને આ મારો નિબંધ ગમ્યો હોય તો શેર કરો, like કરો અને આવતા રહો મારા funal way બ્લોગ માં, ફરી મળીશું એક અલગ ટોપક ઉપર નિબંધ લખતા. તો good by...

Mr.Rk

hello! my name is RK and i'm a blogger, i started blogging since 2018.

ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું